મોરબી - રાજકોટ હાઇવે ઉપર રતનપર માનસ મંદિર નજીકની ઘટના : ચાર ઘાયલ મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર રતનપર માનસ મંદિર નજીક મોરબીથી રાજકોટ જતા પ્રજાપતિ પરિવારની કારને અકસ્માત નડતા એક જ પરિવારના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સમયે મોરબીથી રાજકોટ તરફ આવી રહેલ મોરબીના પ્રજાપતિ પરિવારની હોન્ડા અમેજ કાર રતનપર માનસ મંદિર પાસે પાણીના વાલ્વ સાથે ધડાકાભેર અથડાઈ હતી.વધુમાં આ અક્સ્માતમાં મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ધનજીભાઈ બારેજીયા,ઉ.45, મીનાબેન જગદીશભાઈ બારેજીયા,ઉ.36, જતીન જગદીશભાઈ બારેજીયા, ઉ.11 અને સુમીતાબેન પારસભાઈ બારેજીયા ઉ.37ને નાની મોટી ઈજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38415,38412,38414,38411']