મોરબી : મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગંમ્બર હઝરત મુહમદ સાહેબની ૧૪૪૭મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિશેષતારૂપ મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ યોજવામાં આવ્યું હતું. ઇદેમીલાદ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો અને મહાન તહેવાર હોઇ સૌથી મોટીઇદ ગણવામાં આવે છે અને તે ઇદેમીલાદના નામે ઉજવાય છે. જેના લીધે સમગ્ર મોરબીમાં મુસ્લિમ સમાજ ઇદેમીલાદનાં ઉત્સવમાં ઓળઘોળ થઇ ગયો હતો ખાસ કરીને બપોરના સમયે મોરબીમાં જુલૂસ યોજવામાં આવ્યું હતું જેમાં તમામ મુસ્લિમ બિરાદરો સામેલ થયા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38438,38437,38439']