ટંકારા પોલીસે દોડધામ કરી બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું ટંકારા : ટંકારાના લજાઈ ચોકડી નજીકથી ગઈકાલે ગુમ થયેલ શ્રમિક પરિવારના બાળકો ચોવીસ કલાકની જહેમત બાદ મળી આવતા શ્રમિક પરિવારમાં હાશકારો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી પાસે રહેતા અને મજુરીકામ કરી પેટીયુ રળતા શ્રમિક પરિવારના બે સંતાનો ગુમ થતા તેમના પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી આ સમાચાર મોરબી અપડેટમા વહેતા થયા હતા અને ટંકારા પોલીસ પણ આજુબાજુના ગામ અને સીમ વિસ્તાર ખુંદી વળીને અંતે ચોવિસ કલાકની પોલિસની ભારે જહેમત બાદ આ બંને ભાઈ-બહેનને સહી સલામત શોધીને બાળકોને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બાળકોની શોધખોળમા ટંકારા તાલુકા પીઅેસઆઈ ચૌધરી તેમજ અન્ય પોલિસ જવાનોની કામગીરી ઉડીને આંખે વળગે તેવી પ્રશંસનિયપાત્ર રહી હતી.