માળીયા બાદ મોરબીના ખેડૂતો દ્વારા સિંચાઇના પાણી મુદ્દે તેવર બતાવ્યા : ચકકાજામની ચીમકી મોરબી : રવિ સીઝનમાં વાવેતર માટે નર્મદા યોજનાના પાણી આપવાની માંગ સાથે ગઈકાલે માળીયા તાલુકાના ખેડૂતોના આંદોલનના રણટંકાર બાદ આજે મોરબી તાલુકાના 35 ગામોના ખેડૂતો દ્વારા 24 કલાકમાં પાણી ન મળે તો ચક્કાજામ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે. આજરોજ મોરબી તાલુકાના નર્મદા યોજનાની કેનાલનો લાભ મેળવતા 35 ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર પાઠવી 24 કલાકમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવા માંગ ઉઠાવવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ધ્રાંગધ્રા કેનાલમાં બેફામ પાણીચોરી કરવા ઉપરાંત આડશો મૂકી પાણી રોકી લેવામાં આવતું હોય આ પાણી મોરબી બ્રાન્ચ કેનાલ સુધી પહોંચતું નથી. આ સંજોગોમાં જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લઈ નર્મદા કેનાલમાં ઉપરવાસ થતી પાણી ચોરી અટકાવી 24 કલાકમાં મોરબી તાલુકાના ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા જલદ કાર્યક્રમો આપી ચકકાજામ કરવામાં આવશે અને રવિ સિઝનનનો લાભ છીનવતા ખેડૂતો દાવર આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારવામા આવતા જિલ્લા વહીવટીતંત્ર મુસીબતમાં મૂકાયું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38293,38294']