ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ગુલાબના ફૂલ મોરબી : મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત ગાંધીગીરી કરી ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને ટ્રાફિક માર્ગદર્શન પત્રિકા આપી અન્યોને પણ જાગૃત કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. મોરબી શહેરમાં ટ્રાફિક નિયમભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ હજારો રૂપિયાનો દંડ વસુલ કરવમાં આવે છે ત્યારે માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત આજે ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરી નીકળતા ટુ વ્હીલર ચાલકો અને સીટબેલ્ટ બાંધીને કાર ચલાવનાર લોકોને સન્માન આપી ગુલાબના ફૂલની ભેટ આપવાની સાથે સાથે ટ્રાફિક નિયમોની જાગૃતિ માટેની પત્રિકા પણ આપવામાં આવી હતી. [gallery ids='38161,38162,38163,38164,38165,38166']