રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન : પોલીસ ઘટના સ્થળે મોરબી : મોરબી રેલવે સ્ટેશન નજીક આવેલ નવલખી ફાટકમાં ફોલ્ટ સર્જાતા બંધ થયા બાદ લાંબા સમય સુધી ફાટક ન ખુલતા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ સાંજના સમયે ટ્રેન પસાર થતા સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલ નવલખી ફાટક બંધ કરાયું હતું બાદમાં ટ્રેન પસાર થઈ જવા છતાં લાંબા સમય સુધી ફાટક ન ખુલતા વાહન ચાલકો ઉકળી ઉઠ્યા હતા. જો કે નવલખી ફાટકમાં ટેક્નિકલ ફોલ્ટ આવી જતા અનેક કોશિશ છતાં ફાટક ન ખુલતા રેલવે સતાવાળાઓને જાણ કરવામાં આવી હતી, બીજી તરફ બન્ને તરફ વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક જામ નિવારવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. [gallery ids='38186,38187']