ત્રાજપર ગ્રામ પંચાયતમાં સમાવેશ ન થવાથી આ વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા નો અભાવ મોરબી : મોરબીના છેવાડાના પાંચ વિસ્તારો છેલ્લા 32 વર્ષથી પ્રાથમિક સુવિધા વિહોણા હોવાથી સ્થાનિક લોકોને ભારે યાતના ભોગવવી પડી રહી છે.જો કે આ વિસ્તારોને ત્રાજપર ગ્રામપંચાયતમાં સમાવેશ ન કરવાથી ધણીધોરી વગર ના આ પાંચેય વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. તેથી આ વિસ્તારોના લોકોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપી મોરબી શહેર છે કે ગામડું ? તેવા સવાલ ઉઠાવ્યા હતા. મોરબી શહેરના છેવાડાના વિસ્તારો માળીયા ,વનાળિયા,શક્તિ સોસાયટી,રામદેવનગર તથા ઉમિયનગર ના સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું.કે આ વિસ્તારો વર્ષોથી પાલિકાની હદમાં આવતા નથી એટલે જે તે વખતે આ વિસ્તારોને ત્રાજપર ગ્રામપંચાયતમાં સમાવેશ કરવાની વાત જાહેર થઈ હતી.પરંતુ આ પાંચેય વિસ્તારોને ત્રાજપર ગ્રામપંચાયતમાં આજ દિન સુધી સમાવેશ ન કરાતા છેલ્લા 32 વર્ષથી આ વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગયા છે.અને રોડ રસ્તા આંગણવાડી ,પાણીનો ટાંકો તથા સસ્તા અનાજ ની દુકાન વગેરે સુવિધાના કોઈ ઠેકાણા નથી. વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનાં લોકોના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મમાં સહી સિક્કા કરવા જવા માટે ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. આ માટે પાલિકા અને ત્રાજપર ગ્રામપંચાયત એક બીજા પર ટપલીદાવ આપે છે. આથી સ્થાનિક લોકોએ આ સમગ્ર બાબતે યોગ્ય કાર્યવાહી કરવાથી કલેકટર સમક્ષ માંગ ઉઠાવી છે. fail photo