ટંકારા : ટંકારા તાલુકના સજજનપર ગામે ભાઈબીજના રોજ ગાયોના લાભાર્થે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ નાટક ભજવાયુ હતું જેમાં ગૌમાતાના નિભાવ માટે સાત લાખનો ફાળો એકત્ર થયો હતો. સજનપરના યુવાનો દ્વારા નાટક ભજવીને ઈતિહાસની પરંપરા જાળવી રાખીને નાટયકલાને જીવંત રાખી ભવ્ય ભૂતકાળને તાજો કર્યોં હતો, લોકોએ મહાન ઐતિહાસિક નાટક તથા કોમિક આખી રાત મન ભરી માણીને ઉદાર હાથે ફાળો આપ્યો હતો. યુવાનો દ્વારા નાટકોના પાત્રો ભજવીને લોક ફાળો એકત્ર કરી કરાતી ગૌ સેવા પ્રશંસનીય છે આ નાટક ભજવીને સાત લાખ રુપિયા રોકડ ફાળો તેમજ અન્ય ઘાસચારો એકત્ર થયો હતો તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા મહેમાનો તેમજ ગ્રામજનોએ અૈતિહાસિક નાટક નિહાળ્યું હતુ. બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ રૈયાણી તથા સરપંચ અશોકભાઈ બરાસરાએ યુવાનોની કામગીરીને બિરદાવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='37749,37746,37747,37748']