ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાતને પગલે યાર્ડમાં મગફળીની મામુલી આવક મોરબી : ગઈકાલે લાભપાચમના શુભ અવસરે મોરબી માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું હતું અને કપાસની ચિક્કાર આવક થવા પામી હતી જો કે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરતા ખેડૂતોએ યાર્ડમાં મગફળી મોકલવાનું બંધ કરતા નહિવત આવક થઈ હતી. ગઈકાલે લાભપાચમથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેપાર ધંધા શરૂ થઈ ગયા છે મુહૂર્તના સોદામાં મોરબી માર્કેટીંગ યાર્ડમાં કુલ ૧૩૫૭ કવીન્ટલ કપાસ ઠલવાયો હતો અને ખેડૂતોને પ્રતિમણ કપાસના ૯૦૦ રૂપિયાથી ૧૧૬૨ ના ભાવ મળી રહ્યા છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મગફળીની માત્ર ૫૩ કવીન્ટલ જ આવક થઈ હતી એ પાછળનું મુખ્ય કારણ ટેકાના ભાવની ખરીદી ઉપરાંત ખુલ્લા બજારમાં હાલમાં ખેડૂતોને પ્રતિ મણ મગફળીના રૂપિયા ૬૦૦ થી ૯૧૨ મળતા હોય ખેડૂતોએ મગફળી યાર્ડમાં લાવવાનું બંધ કાર્યનું જાણવા મળ્યું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='37624,37625,37626']