નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે સ્પેશિયલ શ્રેણીનો ખેલમહાકુંભ મોરબી : મોરબી જિલ્લા ખાતે સ્પેશીયલ ખેલ મહાકુંભ-૨૦૧૮ આગામી તા.૧૬ અને ૧૭ નવેમ્બરે નાલંદા વિદ્યાલય, વિરપર, તાલુકો ટંકારા ખાતે યોજાનાર છે. આ ખેલ મહાકુંભમાં તા.૧૬/૧૧/૨૦૧૮ ના રોજ સવારના ૮:૦૦ કલાકથી OH (અસ્થિ-વિષયક) તથા VI (અંધજન) શ્રેણીની સ્પર્ધા યોજાશે જ્યારે તા.૧૭/૧૧/૨૦૧૮ ના રોજ સવારના ૮:૦૦ કલાકથી MR (માનસીક ક્ષતિગ્રસ્ત) તથા HI (શ્રવણ ક્ષતિગ્રસ્ત) શ્રેણીની સ્પર્ધા યોજાશે તેમજ દરેક સ્પર્ધક માટે ભોજન–વ્યવસ્થા સ્થળ ઉપર રાખવામાં આવેલ છે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.