ઇન્કમટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા સૌ પ્રથમ વખત જનજાગૃતિ માટેનો પ્રયાસ મોરબી : ઇન્કમટેક્સ ભરવાથી શું ફાયદો ? શું આપ જાણો છો ઇન્કમટેક્સ રિટર્નફાઇલ કરવાથી તમને લોન સરળતાથી મળે છે સાથે સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે ઈન્ક્મટેક્ક્ષ ચૂકવવો જરૂરી છે, ઇન્કમટેક્સની સરળ સમજ આપવા ઔદ્યોગિક નગરી મોરબી ખાતે ઇન્કમટેક્સ વિભાગ અને મોરબી અપડેટના માધ્યમથી આજરોજ ટાઉનહોલ ખાતે આવકવેરા જાગૃતિ અને કરદાતા વિસ્તરણ શીર્ષક હેઠળ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ નાગરિકો ભાગ લઈ શકશે કેન્દ્રીય પ્રત્યક્ષકર બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા જારી કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ મોરબી ઈન્ક્મટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા આજરોજ સાંજે 4.30 થી 7.00 વાગ્યા દરમિયાન આવકવેરા જાગૃતિ અને કરદાતા વિસ્તરણ અભિયાન અંતર્ગત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ-3ના પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ બી.વી.ગોપીનાથ ખાસ ઉપસ્થિત રહી ટેક્સ વાઈડનીંગ અને અવેર્નેશ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે ટેક્સ પ્લાનિંગ માટે દરેક કરદાતા, વેપારી, ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ અને વ્યાવસાયિકો માટે આ સેમિનાર ખુબ જ ઉપયોગી બને તેમ હોય વધુને વધુ લોકોને આ સેમિનારમાં હાજર રહેવા મોરબી જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્કમટેક્સ અરવિંદ સોનટકે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ સેમિનારમાં ટેક્સ અંગેની માહિતી,આવકવેરા ભરવા અંગેની માહિતી, તેમજ એડવાન્સ ટેક્સ અંગેની જાણકારી આપવામાં આવશે. વધુમાં મોરબીના અંગને પ્રથમ વખત યોજાઈ રહેલા ઈન્ક્મટેક્સ વિભાગના આ સેમિનારમાં દરેકવર્ગના લોકોને ઇન્કમટેક્સ અંગેનું બહુમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવનાર હોય મોરબી ઈન્ક્મટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકે દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટેના આ કાર્યક્રમમાં લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.