મોરબી : રવાપર ગામે આવેલા તળાવમાં બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ પર આવેલા બોની પાર્ક પાસેના વિશ્વાસ એપાર્ટમેન્ટમાં સીકીયુરીટી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ધોળેભાઈ નેપાળીનો ૪ વર્ષનો પુત્ર વિવેક બેસતા વર્ષના દિવસે ફટાકડા ફોડતા-ફોડતા બોની પાર્ક પાછળ પહોંચી ગયો હતો. જયા આ બાળકનું તળાવમાં અકસ્માતે ડૂબી જવાથી મોત થયું હતું. ગઈકાલે આ બાળકની તળાવમાંથી લાશ મળી આવતા એ ડીવીજન પોલીસે આ બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.