મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી ગામે રહેતા ચંદુભાઈ નરશીભાઈ વાઘેલા અને વિજયસિંહ રવુભા ઝાલા (ઉ.વ.૪૦) મોરબી-રાજકોટ હાઇવે પર આવેલા અજંતા ઘડીયાર કંપની પાસેથી ચાલીને જઈ રહયા હતા. તે સમયે કોઈ અજાણી સ્કુલ બસના ચાલકે બને યુવાનોને હડફેટે લેતા વિજયસિંહ ઝાલાનું મોત નિપજ્યું હતું. જયારે ચંદુભાઈ વાઘેલાને ઈજા પહોચી હતી. આ બનાવ અંગે તેને મોરબી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.