બજાજ ફાયનાન્સમાં કામ કરતા પતિની ભાળ મેળવવા પત્ની પોલીસના શરણે મોરબી : મૂળ વિરમગામના વાતની અને હાલ મોરબી ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન ગઈકાલે અચાનક લાપતા બનતા વિહવળ બનેલી પત્નીએ પતિને શોધવા પોલીસની મદદ લીધી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ વિરમગામના વડગાસ ગામના ચેતનભાઇ અમૃતભાઇ પ્રજાપતિ, ઉવ.૨૮ રહે.મીરાપાર્ક વાવડીરોડ મોરબીવાળા મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે બજાજ ફાયનાન્સમાં નોકરી કરે છે જેઓ કોઇપણ કારણોસર કોઇને જાણ કર્યા વગર પોતાના પેશન પ્રો. મો.સા. જીજે ૧- ૭૨૩૩ સાથે કયાંક જતાં રહેલ હોય તેમના પત્ની ઉર્વિષાબેન ચેતનભાઇ પ્રજાપતિ, ઉવ.૨૬ રહે.મીરાપાર્ક વાવડીરોડ મોરબી મુળ ગામ-વડગાસ તા.વિરમગામ જી. અમદાવાદવાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.