મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર માંકનસર નજીક ટ્રક ચાલકે મોટરસાયકલ સવાર યુવાનને હડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સાગરભાઈ ઉર્ફે નિલેશભાઈ નાગજીભાઈ સનુરા, ઉવ.૨૧ ધંધો-મજુરી રહે.ઉમીયાનગર માળીયા વનાળીયા સોસાયટી પાછળ સો ઓરડી સામાકાંઠે મોરબી-૨ તા.જી.મોરબીવાળને ટાટા ટ્રક નં.UP-93-BT-5844 નો ચાલકે મકનસાર નજીક હડફેટે લેતા હાથે-પગે મોઢે હોઠે કાંડા પાસે ફેકચર જેવી ઈજા થઇ હતી. આ મામલે પોલીસે ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.