શિયાળુ પાક માટે માળીયા મિયાણા પંથકના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગણી મોરબી : મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય સરકારને રજુઆત કરી મોરબીના કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ અને નવલખી ફાટકે તાકીદે ઓવરબ્રિજ બનાવવા તેમજ મોરબી માળીયા પંથકના ખેડૂતોને શિયાળુ પાક માટે નર્મદાના પાણી આપવા રજુઆત કરી છે. મોરબી -માળીયા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય સરકારમાં રજુઆત કરી હાલમાં રાજકોટ મોરબી હાઈવેનું વિસ્તૃતીકરણ કામ ચાલી રહ્યું હોય મોરબીના ભક્તિનગર સર્કલ અને નવલખી ફાટકનો ટ્રાફિક પ્રશ્ન ઉકેલવા બન્ને સ્થળોએ ઓવરબ્રિજ બનાવવા માંગણી ઉઠાવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે ખેડૂતોને તાકીદે શિયાળુ પાક વાવેતર માટે નર્મદાના પાણી આપવા નાયબ મંત્રી સમક્ષ માંગણી કરી હતી.