મોરબી : તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં મોરબીના ધ્રુવ બરાસરાએ લોકવાદ્ય ઢોલક વાદનમાં પ્રથમ આવતા હવે ધ્રુવ રાજ્યકક્ષાએ મધ્યગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ ૨૦૧૮/૧૯ તાજેતરમાં સુરેન્દ્રનગર મુકામે યોજાયો હતો જેમાં લોકવાધય-અ (ઢોલવાદન) વિભાગમાં મોરબીના ધ્રુવ રમણીકભાઈ બરાસરાએ પ્રથમ નંબર મેળવી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વધુમાં આગામી રાજય કક્ષાના યુવા ઉત્સવમાં ધ્રુવ બરાસરા મધ્ય ગુજરાત પ્રદેશ નું પ્રતિનિધિત્વ કરશે, ધ્રુવની આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે.