ચાર કલાકની જહેમત બાદ વીજળી પૂર્વવત મોરબી : મોરબીના વજેપરમાં આજે બપોરે અચાનક જ વીજ થાંભલો તૂટી પડતા વિજલાઈન શેરી વચ્ચો વચ પડી હતી જો કે બપોરના સમયે ચહલ પહલ ન હોય કોઈ દુર્ઘટના ઘટી ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે મોરબી વજેપર શેરી નમ્બર ૨૩ માં અચાનક જ વીજ થાંભલો ધડામ દઈ તૂટી પડતા વિજવાયરો નીચે પડી ગયા હતા અને વીજળી ગુલ થઈ હતી. ઘટના અંગે સ્થાનિક લોકોએ વિજતંત્રને જાણ કરતા ચારેક કલાકની જહેમત બાદ નવો થાંભલો ઉભો કરી વીજળી પૂર્વવત કરવામાં આવી હતી. [gallery ids='36999,37000']