ગ્રામજનો દ્વારા આ મામલે પ્રદુષણ વિભાગને રજુઆત કરાશે : કેમિકલ ઠલવનાર સામે ફોજદારી પગલાં લેવાની માંગ મોરબી : મોરબીના પાનેલી ગામે આવેલ તળાવમાં ઝેરી કેમિકલ ઠલવવામાં આવ્યું હોવાથી ગ્રામજનો તેમજ પશુઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. ત્યારે આ ઝેરી કેમિકલ ઠલવનાર સામે ફોજદારી પગલાં ભરવાની માંગ પણ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે. મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ તળાવમા ગત રાત્રી દરમીયાન સીરામીકનુ ઝેરી કેમીકલયુકત ઝલદ પાણી કોઈ અજાણ્યા શખ્સો ઠાલવી ગયા છે. આ કેમિકલથી બોરના પાણી પણ કેમિકલ યુક્ત બની જવાની શક્યતાઓ ઉભી થઇ છે. ઉપરાંત આ તળાવના પાણી પર ગ્રામજનો આધાર રાખે છે. ત્યારે ગ્રામજનો અને પશુઓના આરોગ્ય સામે હાલ મોટું જોખમ પણ ઉભું થયું છે. આ મામલે ગ્રામજનોએ પ્રદુષણ વિભાગને ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. આ સાથે ઝેરી કેમિકલ તળાવમાં ઠાલાવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ પણ ઉઠાવી છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36983,36984,36985']