હળવદના ચરાડવા ગામે જેટકો સબ સ્ટેશનમાં બનેલી ઘટના મોરબી : હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ વિજતંત્રનાં સબસ્ટેશનમાં ત્રાટકી તસ્કરો રૂપિયા ૨૦ લાખની કિંમતની પેનલ ઉઠાવી જતા આ ચોકવનારી ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ચરાડવા નજીક આવેલ વિજકંપનીનાં જેટકો સબસ્ટેશનમાંથી તસ્કરો રૂપિયા ૨૦ લાખની કિંમતની રિલે પેનલ ઉઠાવી જતા આ મામલે દિનેશકુમાર કે.સંગવન નાયડુ ઉ.વ.૨૩ ધંધો.પ્રા.નોકરી રહે.ગામ સેવુર ૧૭૪૮-૫ ગૌડરપેટઇ રઘુનાથપુરમ તા.આરની જી.તીરવન્નામલી (તમીલનાડુ) હલ રહે.મોરબી રાઘવ હોટલ નવા બસ સ્ટેન્ડની સામે મોરબી વાળાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં ચરાડવા ગામે આવેલ જેટકો સબ સ્ટેશનમાં કીઓસ્ક રૂમમાં પ્રવેશ કરી તસ્કરો રીલેપેનલ ટેસ્ટીંગ મશીન અંદાજીત કિ.રૂ ૨૦,૦૦,૦૦૦ ચોરી કરી લઇ જતા આ મામલે ગુન્હો નોંધી હળવદ પીએસઆઇ પી.જી. પનારા એ તપાસ શરૂ કરી છે.