વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર નજીક ઓટોરિક્ષા પલટી જતા રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વડસર તળાવ પાસે ઓટો રીક્ષા નં- જી.જે.૩૬.યુ. ૩૬૩૧ ના ચાલકે રીક્ષા પુરઝડ્પે અને ગફલતભરી રીતે ચલાવી રીક્ષા પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ જતા એક્સીડન્ટ થતા રીક્ષામા બેસેલ ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે કરણભાઈ અમરશીભાઈ પરબતાણી ઉવ-૨૦ રહે,વેલનાથપરા વાંકાનેરવાળાએ ઓટો રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે રીક્ષા ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.