ગઈકાલે ૯ એ.એસ.આઈ. ના પ્રમોશન ઓર્ડર બાદ વધુ ૧૩ હેડ કોન્સ્ટેબલ અને ૫ કોન્સ્ટેબલને પ્રમોશન મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા પહેલા ૯ હેડ કોન્સ્ટેબલને પ્રમોશન અપાયા બાદ સાંજે વધુ ૧૩ હેડ.કોન્સ.ને એ.એસ.આઇ. તરીકે અને ૫ પોલીસ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રોમશન રૂપે દિવાળી ગિફ્ટ અને બોનસ આપતા પોલીસબેડામાં હરખની લાગણી છવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ નવ હેડ કોન્સ્ટેબલોને એ.એસ.આઈ.તરીકે પ્રમોશન ઓર્ડર કર્યા બાદ બીજા બે પ્રમોશન ઓર્ડર કરાયા હતા જેમાં કૈલાશગીરી ગુલાબગીરી ગોસ્વામી, જયંતીલાલ ધનજીભાઈ ડામોર, પોલાભાઈ ખાંભરા, બાબુભાઈ વાઘેલા અને ધીરજલાલ રાઠોડને એ.એસ.આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૩ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે જેમાં દેવાયતભાઈ ગોહલ, જયસુખભાઈ વસીયાણી, જુવાનસિંહ ઝાલા, સુરેશભાઈ પરમાર, અરવિંદભાઈ જાપડીયા, મહાવીરસિંહ પરમાર, ચંદુભાઈ કલોતરા, બળદેવભાઈ વનાણી, ભગવાનભાઈ ખટાણા, જયેશકુમાર ચાવડા, દિનેશભાઈ બાવળિયા, ચકુભાઈ કલોતરા અને જનકભાઈ ફૂગશીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રમોશનને પગલે ૨૭ પોલીસ જવાનોને બઢતી સાથે પગાર વધારામાં પણ સારો એવો ફાયદો મળતા પોલીસ પરિવારમાં દિવાળી પર્વે ખુશીની લાગણી છવાઈ છે.