હળવદ - દેવળીયા પાણીની મુખ્યલાઈનમાંથી કારખાના અને વાડીમાં થતી હતી પાણી ચોરી હળવદ : હળવદ - દેવળીયા વચ્ચે નાખવામાં આવેલી પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ કરી કારખાના અને વાડીમાં પાણી લેવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા પાંચ પાણીચોરો સામે ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ હળવદથી દેવળીયા જતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરવામાં આવતા હળવદ પોલીસ મથકમાં મહેન્દ્રભાઇ કરશનભાઇ પરમાર, ઉ.વ ૪૦ ધંધો સરકારી કોન્ટ્રાક્ટર રહે. હળવદ ચોત્રાફળી વાળાએ પાણી ચોરી કરતા આરોપી (૧) મહેન્દ્રભાઇ રૂપજીભાઇ પટેલ (૨) નારાયણભાઇ લવજીભાઇ ભોરણીયા(૩) મે.અઘારા નીટવેર કારખાને મુ દેવળીયાના જવાબદાર માણસ (૪) મે.રોનક પેટ્રોલીયમ મુ.દેવળીયા વાળાના જવાબદાર માણસ અને (૫) લાલજીભાઇ કરશનભાઇ ભોરણીયા રહે જુના દેવળીયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પાણી ચોરી કરતા તત્વો દ્વારા જુના-નવા દેવળીયા ગામની સીમમાં હળવદ થી દેવળીયા સુધીની જાહેર જનતાના પીવાના પાણી માટે ઉપયોગી ૨૫૦ મીમી વ્યાસની પીવીસી પાઇપ લાઇન તોડી તેમા ગેરકાયદેસર કનેકશન લઇ પાણીનો બગાડ કરી જાહેર મીલકતને નુકશાન કરી પાણી ચોરી કરી ગુનો કરવા અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. [caption id='attachment_36775' align='aligncenter' width='468'] www.cartoonstock.com/cartoonview.asp?catref=amrn722[/caption]