એ - ડિવિઝન પોલીસ મથકેથી એલસીબી કચેરીએ લઈ જવાતા કોંગી ધારાસભ્યએ વિરોધ કર્યો હતો મોરબી : હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયાને મોડી રાત્રે અચાનક સિવિલ હોસ્પિટલે લઈ જવાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ટોચના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ધારાસભ્ય સાબરીયાના એક દિવસના રિમાન્ડ મંજુર થયા બાદ અચાનક તેઓને એ ડિવિઝન પોલીસ મથકેથી એલસીબી લઈ જવાતા કોંગી ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને ત્યાર બાદ અચાનક મોડીરાત્રે તબિયત નરમ ગરમ થતા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ડીવાયએસપી બન્નો જોશી પણ મોડીરાત્રે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે, આમ દિવસભર મોરબી પોલીસને દોડધામ રહ્યા બાદ રાત્રે પણ દોડાદોડી કરવી પડી હોવાનું બહાર આવ્યું છે.