ધારાસભ્ય સાથે મોબાઈલમાં લાંચની વાતચીત કરનાર અજીતગઢના ઈસમને સાહેદ બનાવાયો મોરબી : નાની સિંચાઈ યોજનામાં ધારાસભ્ય સાથે લાખો રૂપિયાના વહીવટની વાતો કરનાર અજીતગઢના રજની પટેલ નામના ઈસમને પોલીસે તળાવ કૌભાંડમાં તાજનો સાક્ષી બનાવ્યો હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું। જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં આચરવામાં આવેલ અંદાજે 20 કરોડના તળાવ કૌભાંડમાં ધારાસભામાં પ્રશ્ન નહિ ઉખેડવા બદલ રૂપિયા 7.40 લાખ રોકડા અને બાકીની રકમના ચેક ભરત ગણેશીયાને પહોંચાડ્યા હોવાની વાતચીત કરી બાદમાં આ ઓડિયો વાયરલ થવા પ્રકરણમાં પોલીસે અજીતગઢ ગામના રજની પટેલને તાજનો સાક્ષી બનાવ્યો હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું।જો કે ટોચના સૂત્રો જણાવી રહ્યા છે કે આ તળાવ કૌભાંડમાં નિવૃત ઇજનેરે નાણાંની કોથળી છૂટી મૂકી રજની પટેલ મારફતે અનેક લોકોને નાણાં પહોંચાડ્યા હતા અને રજની પટેલને પણમોટો આર્થિક ફાયદો થયો હોવાનું જાણવા મળ્યું છે.