હવે પાલિકામાં ભાજપ - કોંગ્રેસ બન્નેને ૨૬ - ૨૬ બેઠકો મોરબી : મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર બે ની એક બેઠક માટે યોજાયેલ પેટાચૂંટણીની આજે હાથ ધરાયેલ મતગણતરીમાં કોંગ્રેસનો વિજય વાવટો ફરકતા હવે પાલિકામાં હવે ભાજપ કોંગ્રેસની સંખ્યાબળ એક સમાન થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ની પેટાચૂંટણી યોજાતા માત્ર ૩૧.૮૧ ટકા જેવું ફિક્કું મતદાન થયું હતું જેમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવતા કુલ ૪૮૬૦ પૈકી ૨૬૧૭ મત કોંગ્રેસના ઉમેદવાર દયાબેન રવજીભાઈ સોલંકીને મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર રાજુલબેન પરમારને ૧૭૦૨ મત જ મળ્યા હતા અને બસપાના ઉમેદવાર કંચનબેન ચાવડાને માત્ર ૫૪૧ મત જ મળ્યા હતા. દરમિયાન હાલમાં મોરબી નગરપાલિકામાં ૨૫ સભ્ય કોંગ્રેસના અને ૨૬ સભ્ય ભાજપના હતા જેમાં વોર્ડ નમ્બર ૨ ની એક બેઠક કોંગ્રેસને ફાળે જતા પાલિકામાં હવે ભાજપ અને કોંગ્રેસ સમાન બન્યા છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36439,36438,36440']