મોરબી : મોરબીના સ્કાયમોલમાં ઉગતી પ્રતિભાઓ દ્વારા આર્ટ અોફ અેકઝિબેશન નામનું બે દિવસીય ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. મોરબીના સ્કાયમોલમાં લોકોના જીવનમાંથી વિસરાઈ ગયેલા ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજાયું છે, આ અેકઝિબેશનમા અનેક જાતના ૧૦૦થી પણ વધારે ચિત્ર પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે જેમાં કેનવાશ ઉપર ૩૦-૪૦, ગ્લાશપેન્ટીંગ ૧૦, વોટરકલરના ૬૦-૭૦ ચિત્રોનુ પ્રદર્શન કામરીયા શિલ્વા, ડાયાણી ઉમંગી તેમજ પરમાર દેવાંશી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. મોરબીની યુવતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ચિત્રમાં ખાસ કરીને ગ્રામ્ય તેમજ શહેરી જીવનના વિસરતા જતા લોકજીવનની ઝાંખી રજૂ કરવામાં આવી છે તેમજ પ્રાચીન સંસ્કૃતિના દેવી દેવતાઅોના દર્શન પણ ચિત્રોમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શીલ્વા કામરીયા અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચિત્ર દોરી તેમને ભેટ આપી ચુકી છે ત્યારે અવનવા ચિત્રો નિહાળવા મોરબીના લોકોને સ્કાયમોલ પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે પ્રદર્શન અંગે વધુ વિગતો માટે શિલ્વા કામરીયા તેમજ ઉમંગી ડાયાણીનો સંપર્ક સાધવા જણાવાયું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36490,36489,36488']