વાંકાનેર : સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજય ભરમાં પ્રાંરભ થયેલ પ્રથમ તબક્કાની એકતા રથ આજરોજ મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના ગામોમાં પ્રરીભ્ર્રમણ કરી કોઠી ગામે પહોંચતા ગામ લોકો દ્વારા સરદાર પટેલ પ્રતીમાને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા. તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા સરદાર પટેલ વિષે માહિતગાર કરાયા હતા. આજના એકતારથ યાત્રા દરમ્યાન ભાજપ મહામંત્રી હિરેન પારેખ, પ્રાંત અધિકારી જિજ્ઞાશાબેન ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, મામલતદાર પરમાર તેમજ ભાજપના પદાધિકારીઓ રથ સાથે જોડાયા હતા. કાર્યક્રમ દરમ્યાન એકતા અંગેની સપથ લેવડાવવામાં આવ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36407,36404,36406,36405']