અમરેલીના ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાનથી અળગા રહ્યા : મતદારો રાજકીયપક્ષ ની કાપલી લઈ બેજીજક મતદાન કરી ગયા મોરબી : ગઈકાલે મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની એક બેઠક માટે યોજાયેલ પેટાચૂંટણીમાં મતદારોએ નીરસતા દાખવતા માત્રને માત્ર 31.81 ટકા જ મતદાન નોંધાયું હતું બીજી તરફ અમરેલી ગામને પાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હોવા છતાં ગ્રામજનોએ અલાયદી ગ્રામએલ પંચાયતની માંગ કરી મતદાનનો બહિષ્કાર કર્યો હતો,આમ એકન્દરે પાલિકાની ચૂંટણીમાં મોરબીના નગરજનોએ ફિક્કું મતદાન કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકાની ગઈકાલે યોજાયેલ પેટાચૂંટણીમાં 19 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી પરંતુ સવારથી જ મતદારો નિરુત્સાહ જોવા મળ્યા હતા બીજી તરફ અમરેલી ગામ નગરપાલિકામાં સમાવિષ્ઠ થવા છતાં મતદારયાદીમાં ગામનો સમાવેશ ન થતા અગાઉ ચૂંટણી મોકૂફ રહી હતી પરંતુ ગઈકાલે અમરેલી ગામના 729 મતદારોએ અલગ પંચાયતની માંગ કરી મતદાનનનો બહિષ્કાર કર્યો હતો. દરમિયાન સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીમાં મોરબી પાલિકાની પેટાચૂંટણીમાં માત્ર 31.81 ટકા જ મતદાન નોંધાયું હતું, જો કે ભારે આશ્ચર્ય વચ્ચે ગઈકાલે કેટલાક મતદાન મથકોમાં મતદારો રાજકીયપક્ષ દ્વારા આપવામાં આવેલી કાપલીઓ સાથે મતદાન કરતા જોવા મળ્યા હતા પરંતુ આમ છહટ મતદાન મથક ઉપર ફરજ પરના સ્ટાફે તેઓને રોકવાની કોશિશ કરી ના હતી. જો કે ઓછા મતદાનને કારણે રાજકીય નેતાઓની ઊંઘ હરામ જરૂર થી છે હવે 30 તારીખે મતગણતરીમાં પેટાચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં કોણ જીતે છે અને કોણ હરે છે તે જોવું રહ્યું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36326,36327,36328']