મોરબી : અમદાવાદ રેલવે ડિવીઝન હેઠળ આવતા સુરજબારી ક્ટારિયા સામખિયાળી સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે જેના અનુસંધાને મોરબી માળિયા વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનને આજથી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે. રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે મેનેજર પી.બી.નીનાવેની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ ડીવીઝન દ્વારા મોરબીથી માળિયા મીયાણા સ્ટેશન વચ્ચે ડેમુ ટ્રેન ચલાવવામાં આવે છે પણ અમદાવાદ ડિવિઝન દ્વારા ઉપર જણાવ્યા મુજબના સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલી કરી રહયું હોય જેને લઈને આ ડેમુ ટ્રેન ર૯મીથી ૩૧ સુધી ત્રણ દિવસ સુધી કેન્સલ કરવામાં આવી છે.