શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા વેંચતા લોકો વિરુદ્ધ પગલાં ભરવા પોલીસને લેખિત પત્ર મોરબી : મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં નગરપાલિકાની પરવાનગી વગર જાહેર માર્ગો ઉપર ફટાકડાના સ્ટોલ શરૂ થઈ જતા ચીફ ઓફિસર દ્વારા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસને કુલ ૨૭ અસામીઓ વિરુદ્ધ પગલાં ભરવા લેખિત પત્ર પાઠવતા ચકચાર જાગી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા દ્વારા શહેરના મુખ્યમાર્ગો ઉપર વગર મંજૂરીએ ફટાકડા સ્ટોર ચાલુ કરનાર આસામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નામજોગ ફરિયાદ કરવામાં આવી છે જેમાં એ ડિવિઝન વિસ્તારમાં બીપીનભાઈ પંડિત, મામા ફટાકડા, બહુચર ફટાકડા, પાટીદાર ફટાકડા, શ્રી હરી ફટાકડા, શ્યામ ડીલક્ષ ફટાકડા, હરી કૃષ્ણ ફટાકડા, પટેલ ફટાકડા, ઉમીયા ફટાકડા, જોકર ફટાકડા, મોમાઈ ફટાકડા, ટીપટોપ ફટાકડા, ક્રિષ્ના ફટાકડા, ક્રિષ્ના ફટાકડા, બાલાજી ફટાકડા, રાકેશભાઈ ફટાકડા, મહમદ ફટાકડા, મોમાઈ ફટાકડા, ભાર્ગવ જયેશભાઈ ફટાકડા, સિદ્ધરાજસિંહ જાડેજા ફટાકડા, નરેશ મણીલાલ ફટાકડા તથા ભૂદેવ ફટાકડા વિરુદ્ધ કાર્યવાહી કરવા પત્ર પાઠવાયો છે. જ્યારે સામાકાંઠા વિસ્તારમાં જીતુભાઈ ફટાકડા, ભાવેશ દિનેશભાઈ ફટાકડા, કુલદીપસિંહ જાડેજા ફટાકડા, ચામુંડા ફટાકડા મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક અને રાજેશભાઈ ફટાકડા મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે મોરબી વાળાઓ વિરુદ્ધ પગલાં ભરવા બી ડિવિઝન પોલીસને પત્ર પાઠવવામાં આવ્યો છે.