બાટલો બદલતી વખતે જ વધુ આટા ચડી જતાં બ્લાસ્ટ : દર્દીઓમાં ગભરાટ મોરબી : મોરબી સીવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ગઈકાલે ઓક્સિજનનો બાટલો બદલતી વખતે અચાનક ધડાકો થતા દર્દીઓમાં રીતસર ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલમાં બપોરના સમયે ઓક્સિજનનો બાટલો બદલતી વખતે આંટા વધુ પ્રમાણમાં ચડી જતા જોરદાર ધડાકો થયો હતો અને ગાયનેક વોરદ સહિતના વિભાગોમાં ગભરાટ ફેલાઈ જતા દર્દીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. મોરબીમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ઓકસીજન બાટલા માટે કોઈ જ સ્ટાફ ન હોવાથી પટાવાળાને બાટલા બદલવા પડે છે અને બપોર ના સમયે બાટલો બદલતી વખતે જ વધુ આટા ચડી જતાં બ્લાસ્ટ થયો હતો. અવાજ ના કારણે દર્દીઓ માં રીતસરની ભાગદોડ મચી ગઈ હતી. જો કે સદ્નસીબે બાટલાના ઉપરના ભાગમાં જ ધડાકો થયો હતો જો નીચેના ભાગમાં બ્લાસ્ટ ઓ હોટ તો ગંભીર દુર્ઘટના સર્જાય તેમ હોવાનું સિવિલના સૂત્રોએ અંતમાં ઉમેર્યું હતું.