પોસ્ટ ઓફીસ નજીક અવાવરું જગ્યામાં આગથી લોકો ચિંતિત મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રીલીફનગર પોસ્ટ ઓફીસની ખુલ્લી જગ્યામાં આજે અચાનક ફટાકડાને કારણે આગ લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હજુ દિવાળી પણ નથી આવી ત્યાં ફટાકડા ફૂટી રહ્યા છે ત્યારે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રીલીફનગર પોસ્ટ ઓફીસની ખુલ્લી જગ્યામાં અચાનક ફટાકડાને કારણે આગ લાગતા લોકો ને દોડા દોડી થઈ પડી હતી. જો કે પોસ્ટ ઓફિસની અવાવરું જગ્યામાં સાફસફાઈ અંગે અનેક રજુઆત કરવા છતાં આજ સુધી કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે.