19 મતદાન મથકોમાં 15000 મતદારો ત્રણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મોરબી : મોરબીના વોર્ડ નં. 2ની એક બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ છે જેમાં 15 હજાર મતદારો મતદાન કરીને ત્રણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સ્ત્રી અનુસૂચિત જાતિ અનામત વાળી આ સીટમાં ભાજપ, કોંગ્રેસ અને બસપાના મહિલા ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થવાનું મનાઈ રહ્યું છે. હાલ 19 મતદાન મથકોમાં સવારથી મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા છે. મોરબી નગરપાલિકાની સ્ત્રી અનુસૂચિત અનામત વાળી આ બેઠક ઉપર ભાજપ તરફથી રાજુલબેન મહેશભાઈ પરમાર, કોંગ્રેસમાંથી દયાબેન રવજીભાઈ સોલંકી અને બસપામાંથી કંચનબેન પ્રવીણભાઈ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. આજે મતદાન બાદ આગામી તા. 30ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શાસક પક્ષ કોંગ્રેસ પાસે 25સીટ અને ભાજપ પાસે 26 સીટ હોય, આ વોર્ડ નં. 2ની એક બેઠકની ચૂંટણી પાલિકાના શાસનના સમીકરણો બદલાવી શકે તેમ હોવાથી આ ચૂંટણી મહત્વની બની છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36253,36254,36255,36256,36257,36258']