ભાજપે હળવદ ધારાસભ્યની કારકિર્દી ખતમ કરવા ફસાવ્યા હોવાનો કોંગ્રેસના ધારાસભ્યોનો આરોપ મોરબી : મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજના તળાવ કૌભાંડમાં હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની પોલીસે ધરપકડ કરતા મોરબી જિલ્લા કોંગ્રેસ અને ત્રણે ધારાસભ્યો દ્વારા આવતીકાલે સોમવારે સવારે 9 વાગ્યાથી સાંજ સુધી પ્રતીક ધરણા કરી નિર્દોષ ધારાસભ્યને ખોટી રીતે સંડોવી દેવા મામલે વિરોધ કરવામાં આવશે. નાની સિંચાઈ યોજના અન્વયે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તપાસ કરી રહેલ મોરબી પોલીસ દ્વારા અજીતગઢના સરપંચ અને પરસોતમભાઇ સર્બિયા વચ્ચે થયેલી નાણાકીય લેતીદેતી મામલે તેમજ આ પ્રશ્ન વિધાનસભામાં નહીં ઉખેડવા બદલ 40 લાખ રૂપિયાની લાંચ મામલે પૂછપરછના અંતે ધરપકડ કરતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મોરબી જિલ્લાના ત્રણેય ધારાસભ્યો દ્વારા હળવદના ધારાસભ્ય નિર્દોષ હોવા છતાં પોલીસે ધરપકડ કરતા તેનો વિરોધ કરી આવતીકાલે સવારથી મોરબી એ ડિવિઝન પોલીસ મથક સામે જ ધરણા પ્રદર્શન યોજવા જાહેરરત કરી છે. વધુમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પીરઝાદા અને કગથરાએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં પરસોતમભાઇ નિર્દોષ છે અને ભાજપના ઈશારે ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત નાણાં લેવામાં ભરત ગણેશીયા હોવા છતાં પરસોત્તમભાઈની કારકિર્દી ખતમ કરવાં માટે જ ફસાવામાં આવ્યાનો આરોપ લગાવ્યો હતો.ઉપરાંત કોંગી ધારાસભ્યોએ જણાવ્યું હતું કે આ અગાઉ પરસોતમભાઇ સર્બિયાને ભાજપે સુરેન્દ્રનગર સાંસદ તરીકે ચૂંટણી લડાવવા કહ્યું હતું પરંતુ સાબરીયાએ નનૈયો ભણતા ભાજપ દ્વારા રાજકારણ રમી તેઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની સત્તાવાર ધરપકડ બાદ મોરબી જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ જિલ્લા પોલીસવડા સાથે લાંબી ચર્ચા વિચારણા કરી હતી અને મોદી સાંજ સુધી એ ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરોના ટોળેટોળા જામ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36318,36317,36319']