મોરબીમાં ભાવિ કરદાતા એવા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓમાં ઇન્કમટેક્સ બાબતે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો : મોરબી ઇન્કમટેક્સને ચાલુ વર્ષે ૫૦૦ કરોડનો લક્ષ્યાંક મોરબી : મોરબીમાં ભાવિ કરદાતા એવા એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ઇન્કમટેક્સ અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મોરબી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકે વિદ્યાર્થીઓને ટાટા ગ્રુપ જેવી ટ્રાન્સફરન્સી રાખવા ટકોર કરી હતી. ગઈકાલે મોરબીની એલઇ કોલેજ ખાતે ઇન્કમટેક્સ વિભાગ મોરબી દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની ઉન્નતિ માટે ઇન્કમટેક્સ ભરવો અનિવાર્ય હોવાનું જણાવી ભાવિ કરદાતા એવા વિદ્યાર્થીઓને મોરબી ઇન્કમટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકે દ્વારા ઉદાહરણો આપી સરળ ભાષામાં ઇન્કમટેક્સનું મહત્વ સમજાવવાની સાથે દરેકને પ્રામાણિક કરદાતા બનવા સલાહ આપી હતી સાથો સાથ તમામ લોકોએ દેશના અગ્રણી ટાટા ગ્રુપની જેમ પારદર્શી વહીવટ રાખી જો તમામ વેપારી ઉદ્યોગપતિઓ નિયમિત ટેક્સ ભારે તો ભારતની શિકલ બદલી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મોરબી ઇન્કમટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર સોનટકે એ કટાક્ષમાં કહ્યું હતું કે આપણા દેશમાં ઇન્કમટેક્સની ડૂબવવા વાળાની સંખ્યા બહુ મોટી છે પરંતુ ટેક્સચોરી કરતા લોકોએ ભૂલે છે કે હવે આધુનિક ટેકનોલોજી સાથે ઇન્કમટેક્સ વિભાગ ખૂબ જ સ્માર્ટ બન્યો છે અને લોકો એવું માનીને ચાલે છે કે અમારા વ્યવહારો કોઇની જાણમાં નહિ આવે તો એ વાત ભૂલ ભરેલી છે કારણ કે, ઇન્કમટેક્સ સુસજ્જ બન્યું છે અને હવે તમામ વ્યવહારો ઇન્કમટેક્સના રડારમાં આવ્યા વગર રહેતા નથી. ઉલ્લેખનીય મોરબી ઇન્કમટેક્સ જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અરવિંદ સોનટકે પ્રથમ એવા અધિકારી છે કે જેઓ જાહેર જનતા વચ્ચે જઇ લોકજાગૃતિ માટે પ્રયાસ શરૂ કર્યા છે. ગઈકાલે એલઇ કોલેજ મોરબી ખાતે યોજાયેલ આ વિશેષ અવેરનેશ સેમિનારમાં ડેપ્યુટી કમિશનર હિમાંશુ જોશી, સુપ્રિ.જયેશ ચૌહાણ, આઈ.ટી.ઓફિસર હિતેશ જાની, રાજીવ મિશ્રા, વિજય કરકરે, અમલ નારાયણ, મનોજ સૈની તથા એલ.ઇ.કોલેજના પ્રિન્સિપાલ એન.કે.અરોરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36151,36150,36148,36149,36146,36147']