ઓટો રિક્ષામાં અજાણ્યા મુસાફર સાથે બેસવામાં મહિલાનું ગળું અળવું મોરબી : મોરબીના જેઈલ રોડ પર વાઘપરા નજીક ગઈકાલે સીએનજી રીક્ષામાં બેસી મુસાફરને ગળા અળવા કરતી ગેંગ દ્વારા વિપ્ર મહિલાની ૭૪ હજારની કિંમતની સોનાની માળી બઠાવી જતા રીક્ષા ચાલક સહિત મહિલા અને અજાણ્યા પુરુષ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ હર્ષાબેન પ્રદિપભાઈ ગીરજાશંકર દવે જાતે બ્રાહ્મણ ઉવ. ૫૭ ધંધો ઘરકામ રહે. “ઓમ”, આર્યસમાજ મંદીર સામે, લખધીરવાસ, મોરબી વાળા ગઈકાલે ઓટોરિક્ષામાં બેસીને જતા હતા ત્યારે સીએનજી રીક્ષા નમ્બર જી.જે.૩-બી.ટી.-૨૬૭૩ના ચાલક તથા એક અજાણ્યા સ્ત્રી તથા પુરૂષે તેઓની ૭૪ હજારની કિંમતની સોનાની માળા સેરવી લીધી હતી. વધુમાં હર્ષાબેન સીએનજી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસેલ હતા ત્યારે મુસાફરી દરમ્યાન પાછળની શીટમાં બેઠેલ એક અજાણ્યા સ્ત્રી તથા પુરૂષ એ નજર ચુકવી ગળા માં પહેરેલ સોનાની કંઠી આશરે સવા બે તોલા ની કિ.રૂ.૭૪૦૦૦/-વાળી ચોરી કરી લઇ જતા આ મામલે રિક્ષાચાલક સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી રીક્ષા નંબરના આધારે સમડી ગેંગને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.