એઆઈસીસી સેક્રેટરી કાલે મોરબી આવતા હોય કોંગ્રેસ લોક સરકારની ટીમ દ્વારા ખુલ્લો વિરોધ મોરબી : લોકસભા ચૂંટણી પૂર્વે મોરબીમાં કોંગ્રેસનું ઘર સળગ્યું છે આવતીકાલે એઆઇસીસીના સેક્રેટરીની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજવાની છે તે પૂર્વે જ કોંગ્રેસની લોકસરકારની ટીમ દ્વારા કારોબારીનો બહિષ્કાર કરી બેઠકમાં હાજરી નહિ આપે તેવી જાહેરાત કરતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કોંગ્રેસની આવતીકાલે કારોબારી બેઠક મળવાની છે. ત્યારે સંગઠનમાં કાર્યકરોની અવગણના થતી હોવાનું જણાવીને લોક સરકારની ટીમે આ બેઠકમાં હાજરી ન આપવાનું જાહેર કરતા કોંગ્રેસનો આંતરિક કલહ બહાર આવ્યો છે. વધુમાં મોરબી એપોલો હોલ ખાતે ગૂજરાત કોંગ્રેસના એ.આઈ.સી.સી.ના સેક્રેટરી જીતેન્દ્રભાઇ બાઘેલની અધ્યક્ષતામા જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાવાની છે તેવા સમયે જ મોરબી જીલ્લા લોક સરકારની ટીમ હાજર નહિ રહેવાનું જણાવી સંગઠનમા કાયઁકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે તેવું મોરબી જીલ્લા લોક સરકાર ઇન્ચાર્જ યોગેશ રંગપડીયાએ જણાવતા લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસ વેરવિખર બની રહી હોવાનું સ્પષ્ટ બન્યું છે.