જિલ્લા કલેકટરને ચોકવનારી રજુઆત : આત્મવિલોપનની ચીમકી મોરબી : મોરબીના વજેપરમા આવેલ પંડિત દિનદયાલ આવાસ યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને આપવામાં આવેલ ૨૫ વારીયા પ્લોટ રાજકીય ઓથ ધરાવતા તત્વો પડાવી લેવાનો કારસો ઘડતા હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા કલેકટર સમક્ષ કરી આત્મવિલોપનની ચીમકી અપાતા ચકચાર જાગી છે. મોરબી ઘાંચી પીંજારા જમાત અને સુન્ની હાલાઈ ઘાંચી જમાતના નેજા હેઠળ લાભાર્થીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે પંડિત દિનદયાલ આવાસ યોજના હેઠળ મોરબીના ગરીબ વર્ગના લોકાને ઘરનું પર મળે તે માટે વજેપર ગામના સર્વે નંબર ૧૪૧૫ પૈકીની જગ્યામાં હાઈકાર્ટના આદેશ અનુસાર ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકીના પ્લોટ ૩૮૧ પી ૩૮૬ ના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી અને નગરપાલિકા પાસેથી મંજૂરી લઈ બાંધકામ કરી રહ્યા છે. પરંતુ રાજકીય ઓથ ધરાવતા કેટલાક તત્વો ગરીબ લાભાર્થીઓની જગ્યા પચાવી પાડવા માટે પેતરો રચી રહ્યા છે અને સત્તાના જોરે ગરીબ લાભાર્થીઓને ધાક ધમકી આપી બાંધકામ રોકવાનો પ્રયાસ કરતા હોવાની રજુઆતમાં ફરીયાદ કરી છે. આ બાબતે જો ગરીબ લાભાર્થીઓને ન્યાય નહિ મળે તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.