ચાર્મી એન્ડ પ્રિન્સ ચેનલનું સબ્સ્ક્રાઇબર લિસ્ટ ૧.૩૮ લાખે પહોંચ્યું મોરબી : મોરબીના પટેલ પરિવારના ભાઈ બહેને નાની ઉંમરમાં જ અનેરી સિદ્ધિ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. બન્ને ભાઈ બહેનો યુટ્યુબમાં ચાર્મી એન્ડ પ્રિન્સ નામની ચેનલ ધરાવે છે. આ ચેનલના ૧.૩૮ લાખ સબ્સ્ક્રાઇબર થતા યુટ્યુબ દ્વારા તેઓને સિલ્વર પ્લે બટન આપવામાં આવ્યું છે. મોરબીમાં રહેતા ચાર્મી હિતેશભાઈ પટેલ અને પ્રિન્સ હિતેશભાઈ પટેલ જેઓ યુટયુબ પર ' Charmy & Prince ' નામની ચેનલ ચલાવે છે જેમાં ચાર્મી ની ઉમર ૭ વર્ષ છે તે કીબોર્ડ વગાડે છે જયારે પ્રિન્સ ની ઉમર ૧૩ વર્ષ છે તે ઓક્ટોપેડ વગાડે છે. તેઓએ આ સંગીત મનોજભાઈ મીરાણી પાસે આટલી નાની ઉમરમાં શીખીને બહુ સારું સંગીત વગાડતા હોવાથી ગુજરાત સહીત દેશભરમાંથી ટૂંકા સમયમાં યુટયુબની ચેનલમાં ૧,૩૮,૦૦૦ થી પણ વધુ સબ્સ્ક્રાઈબ થયા છે. માત્ર ટુક સમયમાં જ આટલી મોટી સિદ્ધિ મેળવનાર ચાર્મી અને પ્રિન્સને યુટયુબ તરફથી સિલ્વર પ્લે બટન તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીના ગૌરવ સમાં આ બન્ને ભાઈ બહેન વધુમાં વધુ પ્રગતિ કરતા રહે તેવી ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.