પ્રિન્સ અને પ્રિન્સેસને પ્રોત્સાહક ઇનામો આપીને નવાઝવામાં આવ્યા : દૂધ પૌવાની પ્રસાદી લઈને શરદોત્સવ ઉજવાયો મોરબી : મોરબીમાં બ્રહ્મસમાજ અને રાજપૂત સમાજ માટે અલગ અલગ જગ્યાઓએ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા યુવાધન મન મુકીને ગરબે રમ્યુ હતું. વિજેતા થયેલા પ્રિન્સ પ્રિન્સેસને પ્રોત્સાહક ઇનામો આપીને નવાઝવામાં આવ્યા હતા. આ સાથે રાત્રે ૧૨ કલાકે સૌ કોઈએ દૂધ પૌવાની પ્રસાદી ગ્રહણ કરી હતી. મોરબીમાં પરશુરામ ગ્રુપ દ્વારા સરદાર બાગ સામે આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ આ તકે ઉપસ્થિત રહીને રાસ ગરબા રમ્યા હતા. આ સાથે અંતમાં પ્રિન્સ પ્રિન્સેસને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં ઉપસ્થિત સૌએ દૂધ પૌવાની પ્રસાદી ગ્રહણ કરી હતી. આજ રીતે શરદ પૂર્ણિમા નિમિતે રાજપૂત સમાજ દ્વારા દરબાર ગઢ ખાતે શરદોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ યુવતીઓ પરંપરાગત પહેરવેશમા સજ્જ થઈને રાસ ગરબા રમ્યા હતા. આ તકે સમાજ અગ્રણીઓ તેમજ હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતી રહી હતી. બાદમાં પ્રિન્સ પ્રિન્સેસનું ઇનામથી સન્માન તેમજ દૂધ પૌવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.