હળવદમાં ગાંધીનગરથી ખનીજ ચોરી અટકાવવા આવેલ કર્મચારીઓએ કપચી ભરેલા ડમ્પર પકડી પાડી જાણે મોટો મીર માર્યો !! હળવદ : હળવદમાં ગાંધીનગરથી ફલાઈંગ્ સ્કવોડની ટીમ પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા દોડી આવી હતી પરંતુ માત્ર કપચી ભરેલા ચાર જ ડમ્પરો ઝડપી પાડી ભારે મહેનતનું કામ કર્યું હોય તેમ શહેરના મોરબી ચોકડી પર આરામ ફરમાવતા નજરે પડયા હતા. હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી હતી પરંતુ સ્થાનિક તંત્ર અને જિલ્લા ખાણ ખનિજના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવામાં મહદઅંશે સફળ થયા છે જેમાં ગઈકાલે ગાંધીનગરથી ફલાઈંગ્સ સ્કવોડની ટીમ હળવદ તપાસ અર્થે આવી હોય ત્યારે હળવદ હાઈવે પર ગેરકાયદેસર કપચી ભરી જતા ચાર ડમ્પરોને ઝડપી લઈ ભારે મહેનતનું કામ કર્યું હોય તેમ ફલાઈંગ્ સ્કવોડના કર્મચારીઓ શહેરના મોરબી ચોકડી પર ઉંઘતા જાવા મળ્યા હતા. જયારે બીજી તરફ પંથકમાં થતી ખનીજ ચોરીની માત્ર કહેવા પુરતી જ કામગીરી કરી ટીમ પરત રવાના થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ગાંધીનગરની ટીમને ખનિજ માફિયાઓ દ્વારા સુરક્ષા આપી રહ્યા હોય તેમ પહેરેદારી કરાઈ હતી. [gallery ids='35963,35964']