મોરબી : સ્વાઇન ફ્લૂના કેસ રોજે - રોજ વધી રહ્યા છે ત્યારે આજે મોરબીના ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા ચકચાર જાગી છે. રાજકોટ સ્વાઇન ફલૂ મોનીટરીંગ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી ગાંધીચોક પરાબજાર નજીક રહેતા ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.