પાંચમા પાટોત્સવ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્કમાં આગામી તા. ૨૬ ને શુક્રવારે ચૈતન્ય બાલાજી મંદિરનો પાંચમો પાટોત્સવ યોજાશે. મોરબીના વાવડી રોડ સ્થિત રાધાપાર્કમાં આવેલ ચૈતન્ય બાલાજીના સાનિધ્યમાં તા. ૨૬ને શુક્રવારે પાંચમો પાટોત્સવ યોજાશે જેમાં ૧૩ જેમા યજમાનો મહાયજ્ઞમાં બેસવાના છે તેમજ રાત્રે ૯ વાગ્યે બગથળાના સંપુટ મંડળનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. જેથી આ ધાર્મિક પ્રસંગે જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, વધુ માહીતી માટે મો. 8469981984, 9727366604, 9825337672, અથવા 9924553895 ઉપર સંપર્ક કરવા સમસ્ત રાધાપાર્ક ચૈતન્ય બાલાજી યજ્ઞ સમીતીની યાદીમાં જણાવાયું છે.