૬૬ કે.વી. સબ સ્ટેશનનું મેન્ટેનશ કાર્ય હોવાથી સવારના ૭.૦૦ થી બપોરના ર.૦૦ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે હળવદ : ગુરૂવારના રોજ હળવદમાં આવેલ જેટકો કંપનીના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું મેન્ટેનસ કરવાનું હોય જેથી સમગ્ર શહેરમાં સવારના ૭.૦૦થી બપોરના ર.૦૦ વાગ્યા સુધી લાઈટ કાપ હોવાનું જેટકોની એક યાદીમાં જણાવાયું છે. હળવદ શહેરમાં આવતીકાલે જેટકો કંપનીના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું મેન્ટેનસ કાર્ય હાથ ધરવાનું હોવાથી મેઈન બજાર, સરા રોડ, ટીકર રોડ, શંકરપરા, ભવાનીનગર, કણબીપરા, ગોરી દરવાજા સહિત શહેરના સમગ્ર વિસ્તારોમાં સવારના ૭ વાગ્યાથી બપોરના ર કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે અને ૬૬ કે.વી. સબ સ્ટેશનનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ વીજ પુરવઠો રાબેતા મુજબ પુન: શરૂ કરવામાં આવશે તેમ નાયબ ઈજનેર એમ.એન.પઢિયારની એક યાદીમાં આજરોજ જણાવાયું છે.