કિડ્સલેન્ડ સ્કૂલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ટીચર્સ, સ્ટુડન્ટસ, પેરેન્ટ્સ સાથે મળી ઝુમ્યા વાંકાનેર : વાંકાનેરની કિડ્સલેન્ડ સ્કૂલ દ્વારા બાય-બાય નવરાત્રી અંતર્ગત ગુજરાતી લોકનૃત્ય ગરબાનું સમાજમાં એકતા લાવવાના પ્રયાસરૂપે આયોજન કરવામાં આવેલ જેમાં સ્કૂલના બાળકો અને તેમના પરિવારજનો, સ્કૂલ સ્ટાફના પરિવારજનો, વૃદ્ધાશ્રમના વૃદ્ધો, વાંકાનેર વેપારી એસોસિયન તથા દરેક સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કિડ્સલેન્ડ સ્કૂલ આયોજિત આ ફંક્શનમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અવનવા ઇનામો આપવામાં આવેલ સાથોસાથ રાસે રમતા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ને પણ ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ સમગ્ર આયોજનમાં શાળા સંચાલક ચિરાગ પૂજારા તથા મેહુલ શાહે જહેમત ઉઠાવેલ હતી. [gallery ids='35725,35726,35727']