વાંકાનેર જંકશન હોવા છતાં લાંબા સમયથી ફૂટ ઓવરબ્રિજ બંધ : રેલવેમંત્રી - ડીઆરએમને ટ્વીટર પર રજુઆત છતાં પરિણામ શૂન્ય મોરબી : પશ્ચિમ રેલવે અઢળક નાણાં કમાઈ આપતું હોવા છતાં રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા પ્રત્યે ધ્યાન આપવાને બદલે મુસાફરોનો જીવ જોખમાઈ તેવા નિર્ણયો લેતા હોવાની ચોકાવનારી બાબત સામે આવી છે, આવા જ એક કિસ્સામાં વાંકાનેર જંકશન ઉપર મુસાફરો માટેનો ફૂટઓવરબ્રિજ બંધ કરી દેવતા લોકો જીવના જોખમે પાટા ઓળંગવા મજબૂર બન્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર જંકશન પ્રત્યે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ઓરમાયું વર્તન દાખવી છેલ્લા ઘણા સમયથી ફૂટઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવતા અહીંથી આવા ગમન કરતા મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, આ મામલે જાગૃત નાગરિક મયુર વાણીયા દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોહેલ અને રાજકોટ રેલવે ડિવિઝનલ મેનેજરને ટ્વીટર હેન્ડલ ઉપર ફરિયાદ કરવા છતાં પણ આજદિન સુધી રેલવે બાબુઓ દ્વારા કોઈ જ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનિય છે કે, રેલવેના નિયમ મુજબ પાટા ઓળંગવા ગંભીર ગુંન્હો ગણવામાં આવે છે અને મોટા સ્ટેશન ઉપર પાટા ઓળંગવા બદલ સમયાંતરે મુસાફરોને દંડ પણ ફટકારવામાં આવે છે ત્યારે વાંકાનેર રેલવે જંકશન ઉપર તો રેલવે બાબુઓ જ મુસાફરોના જીવ જોખમમાં મુકવા ફૂટ ઓવરબ્રિજ રીપેર કરવા તસ્દી ન લેતા આશ્ચર્ય સર્જાયું છે. [gallery ids='35646,35647']