મોરબી : મોરબીના ચાચાપર ગામના વતની અને મોરબીમાં ટાઇલ્સના વેપાર સાથે સંકળાયેલ યુવા વેપારી મયુરભાઈ ઓધવજીભાઈ વાછાણી ઉ.૨૭ ને રવિવારે રાત્રીના નવેક વાગ્યે પોતાના ઘેર હૃદયરોગનો હુમલો આવી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મયુરભાઈનું નાની વયે નિધન થતા તેમના વતન ચાચાપરમાં અને વેપારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.