હવસખોર શખ્સે માસુમ સગીરને ઘરેથી નિશાળે બોલાવી આચર્યું કુકર્મ : પોકસો હેઠળ ગુન્હો દાખલ મોરબી : મોરબી તાલુકના પંચાસર ગામે રહેતા સગીર બાળકને નિશાળમાં બોલાવી નરાધમ હવસખોર શખ્સે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી કોઈને કહેશે તો જાનથી મારી નાખવા ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચોકવનારી ઘટના અંગે જાણવા મળતી હકીકત મુજબ અન્ય જિલ્લામાંથી રોજીરોટી મેળવવા મોરબીના પંચાસર ગામે આવેલા પરિવારના ૧૩ વર્ષના માસુમ બાળકને આજે બપોરે ગામની નિશાળે બોલાવ્યા બાદ આજ ગામના હવસખોર રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા નામના શખ્સે બાળકને નિવસ્ત્ર કરી કુકર્મ આચર્યુ હતું અને બાદમાં આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપતા બાળક ગભરાઈ ગયો હતો અને બાદમાં આ સમગ્ર હકીકત તેના પિતાને જણાવી હતી. બાદમાં આજે ભોગ બનનાર બાળકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે બનાવ અંગે જાણ કરતા પોલીસે હવસખોર રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા, રે. પંચાસર વાળા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૭, ૫૦૬ (૨) અને પોકસો કલમ ૪, ૮ અને ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.