ગામના દીકરા તેમજ દીકરીઓ રાસ રજૂ કરશે : મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવશે મોરબી : મોરબીના શકત શનાળામાં ઝાલા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમ નિમિતે આગામી તા. ૨૪મીએ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. યજ્ઞ વિધિ સવારે ૮ થી ૧૨ દરમીયાન કરવામાં આવશે. મહેમાનોના સામૈયા સવારે ૯:૩૦ કલાકે કરવામાં આવશે. યજ્ઞના યજમાન પદે રેવતુભા ખુમાનસિંહ ઝાલા- મેઘપર, અર્જુનસિંહ દિલુભા ઝાલા- નાની વાવડી, પ્રતિપાલસિંહ ગગુભા ઝાલા- ખેવારીયા રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રુદ્રસિંહજી ઝાલા, અતિથિ તરીકે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા , ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. આ સાથે પૂ. સ્વામી આત્માનંદ સરસ્વતીજી, પૂ. રવિરામબાપુ, પૂ.મહંત શાંતિગીરી બાપુ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં શકત શનાળા ગામના દીકરાઓ તથા દીકરીઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે પ્રસાદની વ્યવસ્થા મેઘપર, નાની વાવડી તથા ખેવરિયા ગામના ઝાલા પરિવાર તરફથી કરવામાં આવી છે.